Monday - Jun 29, 2026

મોરબીના સામાકાંઠે ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની માંગ

મોરબીના સામાકાંઠે ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની માંગ

મોરબી : મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર ઉમા ટાઉનશિપ પાછળ આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં અંદર જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય આ દબાણ દુર કરવા લત્તાવાસીઓએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

ભાગ્યલક્ષ્મી સોસાયટીના લોકો આજે મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોના જણાવ્યા પ્રમાણે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મેઈન રોડથી અંદર જવાના રસ્તે કેટલાક તત્વો તથા માથાભારે શખ્સો દ્વારા કાચા મકાનો, ઝુપડા બનાવી દબાણ કર્યું છે. જેના કારણે સોસાયટીમાં આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ગેરકાયદે કાચા મકાનો અને ઝુપડામાં રહેતા શખ્સો દારૂ પીને રોજ અપશબ્દો બોલતા હોય છે જેના કારણે સોસાયટીના મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. તો આ ગેરકાયદેસર દબાણ હટાવવા લત્તાવાસીઓએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.