મોરબી : માળિયા (મિયાણા)તાલુકાના રણવિસ્તારોમાં મોરબી મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવાથી મીઠાના અગરોમાં પાણી ઘુસી જવાથી નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનનો સર્વે કરી અગરિયાઓને નુકસાનનું વળતર આપવાની માંગ સાથે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા માળીયા (મી.) મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 2-4-2025ના રોજ મોરબી મચ્છુ ડેમ-2ના દરવાજા રીપેરીંગ કામ કરવા માટે ખોલવામાં આવ્યા હતા. તે મચ્છુ ડેમનું પાણી માળીયા (મી.) તાલુકાના રણવિસ્તારમાં મીઠાના અગરોમાં ઘુસી જવાથી અગરિયાઓને મીઠામાં ઘણું નુકસાન થયું છે. તો માળીયા (મી.) તાલુકામાં મીઠાના અગરોને થયેલા નુકસાનનો સર્વે કરી અગરિયાઓને પૂરતું વળતર ચૂકવવા માગ કરવામાં આવી છે.