Saturday - May 18, 2024

સખપરથી અન્ય ગામોના કાચા માર્ગને પાકા માર્ગ બનાવવાની માંગણી અધરતાલ

સખપરથી અન્ય ગામોના કાચા માર્ગને પાકા માર્ગ બનાવવાની માંગણી અધરતાલ

ટંકારાના સખપર ગામે મોટાભાગની પ્રાથમિક જરૂરીયાત પૂરેપૂરી છે. અમુક મહત્વની કહી શકાય એવી જ સુવિધાઓ નથી.જેમાં આ વધુ એક સખપર ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. આથી ગામલોકોને 6 કિમિ દૂર આવેલા નેકનામ ગામના આરોગ્ય કેન્દ્રમાં બીમારીઓની સારવાર અને દવા લેવા જવા મજબુર બનવું પડે છે. જ્યારે ગામમાં આરોગ્યની ઇમરજન્સી આવે ત્યારે દર્દીઓની હાલત નાજુક થઈ જાય છે અને આ ઇમરજન્સી દર્દીઓનો જીવ જોખમમાં મુકાય જાય છે.

ટંકારાના સખપર ગામના સરપંચ મુકેશભાઈ મગનભાઈ કોરીંગા કહે છે કે, તેમનું ગામ આશરે 102 વર્ષ જૂનું અને  750ની વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતી માટે સદનસીબે સિંચાઈની અને પીવાના પાણીની સુવિધા 100 ટકા યોગ્ય હોવાથી ગામની ખેતી દરેક પ્રકારના પાકથી હરીભરી અને હરિયાળી છે. ખેતી સારી હોવાથી ગામના રાચ રચીલા એટલે ગામલોકોના રહેઠાણ પાકા અને ઘરમાં દરેક જરૂરીયાતની વસ્તુ હોવાથી જીવન ધોરણ ઊંચું છે. ગામમાં પ્રાથમિક સ્કૂલ ગામની અંદરના 80 ટકા રસ્તાના કામ પૂર્ણ,ભૂગર્ભ ગટર 100 ટકા, કચરાની સફાઈ માટે કુંડી, લાઈટ, ગામમા સારું તળાવ,બે વીઘા જમીનમાં સારો બગીચો સહિતની સુવિધા છે. પરંતુ આરોગ્ય કેન્દ્ર ન હોય ગામલોકોને ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત સખપરથી નેકનામ, દહીંસરડા સહિતના ગામોના માર્ગો કાચા હોય પાકા માર્ગ બનાવવાની રજુઆત પાછી ઠેલાતી જાય છે. ગામના ચેકડેમના રિપેરીગની વર્ષો જૂની માંગ પણ જિલ્લા પંચાયતે સાકાર કરી નથી.