અમદાવાદમાં આયોજિત આ ગેમ્સમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીના ખેલાડીઓએ પ્રથમ દિવસે 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે 15 મેડલ જીત્યા હતા જેમાં સૌથી વધુ 5 મેડલ જેવલિન થ્રોમાં આવ્યા હતા. આ ગેમ્સમાં 35 ખેલાડીઓ સાથે ભાગ લેવા આવેલા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના હેડ કોચ અલી ખાને તમામ ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અને બીજા દિવસે યોજાનારી ગેમ્સ માટે આગોતરી શુભેચ્છાઓ આપી હતી.