મોરબી નજીક અલગ અલગ ગામોમાં દીપડો દેખાયો છે. ત્રણ દિવસ પહેલા મોરબીના રાજપર ગામે પછી આજે નાની વાવડી ગામે દીપડો દેખાયો હતો. એની ગ્રામજનોએ જાણ કરતા ફોરેસ્ટર વિભાગ હરકતમાં આવ્યું હતું.
મોરબીના રાજપર ગામે બે દિવસ પહેલા દીપડો દેખાયો હોવાનું ખેત મજૂરો જણાવ્યું હતું. આ બાદ આજે મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળતા ગ્રામજનો, ખેત મજૂરો જીવ બચાવવા દોટ મૂકી હતી. સ્થાનિક ખેડૂત પરેશભાઈ દીપડો દેખાતા વિજપોલ ઉપર ચડી ગયા હતા. મોરબીના નાની વાવડી ગામે ખેત મંજૂરે દિપડો જોયો હતો. આ દિપડાએ નાની વાવડી ગામની સીમમાં રોજડાનું મારણ પણ કર્યું હોવાની વિગતો સ્થાનિકો પાસેથી જાણવા મળી હતી. અને દિપડાના પગના નિશાનો પણ દેખાઈ આવતા હાલ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દિપડાએ દેખા દેતા પહેલા તો ખેડૂતો ડરીને ભાગી ગયા હતા અને બાદમાં ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી હતી. વધુમાં સ્થાનિકના જણાવ્યા પ્રમાણે વન વિભાગના કર્મચારીએ જણાવ્યું હતુ કે, હવે ફરી વાર દિપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જેથી વન વિભાગ આ દિપડાને પકડવા માટે પ્રયત્નો હાથ ધરશે.