મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે દિવાળીની સફાઈ કામગીરી માટે ઘરના માળીયા ઉપર ચડી સાફ સફાઈ કરી રહેલી સગીરા માળીયા ઉપરથી નીચે પટકાતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર દરમિયાન સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના બગથળા ગામે બબીકાનગરમાં રહેતી શોભાબેન ઉર્ફે વર્ષાબેન જસમતભાઈ મકવાણા ઉ.વ.17 ગઈકાલે પોતાના ઘેર સાફ સફાઈની કામગીરી કરતી હતી ત્યારે માળીયા ઉપરથી પડી જતા માથામા ગંભીર ઇજાઓ થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ સરકારી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.