મોરબી : મોરબી-માળિયા સુરજબારી હાઇવે ઉપર કન્ટેનર અને આઇસર વચ્ચે ગત રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. આ સાથે હાઇવે ઉપર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જેથી નેશનલ હાઈવેની ટિમ, સ્થાનિક જીઆરડી તેમજ ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠક્કર અને સ્થાનિક ડ્રાઇવર મોહમદભાઈ સાલેએ જહેમત ઉઠાવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.