Wednesday - Sep 30, 2026

વાંકાનેરમા તળાવમાં ન્હાવા પડેલા આધેડનું હાર્ટએટેકથી મોત

વાંકાનેરમા તળાવમાં ન્હાવા પડેલા આધેડનું હાર્ટએટેકથી મોત

મોરબી : વાંકાનેર તાલુકાના વરડૂસર ગામે તળાવમાં ન્હાવા પડેલા જામસર ગામના રાજાભાઇ બચુભાઇ દંતેસરિયા ઉ.50 નામના આધેડને ન્હાતા સમયે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વરડૂસર ગામના સરપંચ મનુભાઈ પ્રભુભાઈ નંદાસિયાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.