Tuesday - May 05, 2026

દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા 6500 કિમીની કોસ્ટલાઇન પર સાયકલ યાત્રા

દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા 6500 કિમીની કોસ્ટલાઇન પર સાયકલ યાત્રા

CISF ની સાયકલ યાત્રા માળિયા (મી)ના સરવડ ગામે પહોંચતા વાજતે ગાજતે  સ્વાગત-સન્માન કરાયું

મોરબી : દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 6500 કિમીની કોસ્ટલાઇન પર નીકળેલી સાયકલ યાત્રા મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે આવી પહોંચી હતી. આ CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026” નું  મોરબી જિલ્લામાં આવી હતી અને માળિયા તાલુકાના સરવડ ગામમાં આગમન થતા વહીવટી તંત્ર અને ગ્રામલોકો દ્વારા વાજતે ગાજતે સાયકલ યાત્રીઓનું સ્વાગત સન્માન કરાયું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા 6500 કિમીની કોસ્ટલાઇન પર સાયકલ યાત્રા
દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા 6500 કિમીની કોસ્ટલાઇન પર સાયકલ યાત્રા
દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા 6500 કિમીની કોસ્ટલાઇન પર સાયકલ યાત્રા

ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી 28ના રોજ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થયું હતું. ત્યારે જિલ્લા વહીવટી અને રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા યાત્રાનું સ્વાગત વાજતે ગાજતે કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના ગીત ઉપર બાળકોએ જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી. તેમજ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાયક્લોથોન વંદે માતરમ્ના 150 વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે. અને સૌથી મોટી વાતએ છે કે, સાગર સુરક્ષાના મેસેજ સાથ આ સાયકલોથન શરૂ કરવામાં આવી છે જો કે, તેમાં કુલ મળીને 130 જેટલા જવાનો સાયકલ ચલાવી રહ્યા છે જેમાં 50 ટકા મહિલાઓ છે જેથી સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રાને 28 જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા 22 ફેબ્રુઆરી સુધી એટલે કે 25 દિવસ સુધીમાં ભારતમાં અંદાજે 6500 કિલોમીટર સુધી કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે. અને કચ્છથી જે સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે. તેનું કોચી ખાતે સમાપન થશે.