મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઈન્ડસઈન્ડ બેંકમાંથી ખાતાધારકોના ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. અધૂરામાં પૂરું આ અંગે બેક મેનેજરે હાથ ઊંચા કરી દેતા બેક ધારકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. પોતાના બેકના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડી જતા બેકના ખાતા ધારકોએ ભારે ઉકળાટ ઠાલવ્યો હતો. તેમ છતાં યોગ્ય જવાબ ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
મોરબીમાં રવાપર રોડ પર આવેલી ઈન્ડસઈન્ડ બેંકમાં આ બનાવ બન્યો હતો. બપોરના સમયે બેકના ખાતા ધારકોએ જબરો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં ખાતાધારકોના ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો હતો. એફડી અને સેવિગ એકાઉન્ટમાથી 18 લાખ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયાંની ફરિયાદ કરી હતી. ફીક્સ ડિપોઝિટ કરેલ 15 લાખમાંથી 12.50 લાખ અને સેવિગમા 8 લાખમાંથી 5.30 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ગ્રાહકો બેંક ખાતે પહોંચીને દેકારો મચાવ્યો હતો. મહેનતની કમાણી અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર થઇ જતાં ગ્રાહકો અકળાયા હતા. બેંક મેનેજર દ્વારા ટ્રાન્સફર બાબતે હાથ ખંખેરી લીધા હતા. આથી બેકના ખાતા ધારકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. બેંકના ખાતા ધારકોએ જણાવ્યું હતું કે મહેનતના પરસેવાની કમાણી બેકમાં જમા કરાવી હતી.મરણ મૂડી સમાન આ કમાણી બારોબાર ફ્રોડ થઈ જતા હવે મહેનતની કમાણીથી હાથ ધોવાનો વખત આવ્યો છે. આ ફ્રોડના બનાવ પછી પણ ખાતા ધારકોના પૈસા પરત આપવામાં બેકના મેનેજરે હાથ ઊંચા કરી દેતા હવે મરણ મૂડીથી હાથ ધોવા પડ્યા છે.