Monday - Apr 20, 2026

મોરબીમાં ભાયુંભાગની જમીન મામલે કુંટબીજનો અંદરોઅંદર બાખડયા

મોરબીમાં ભાયુંભાગની જમીન મામલે કુંટબીજનો અંદરોઅંદર બાખડયા

મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્કના નાકે ભાયુંભાગની જમીન મામલે એક જ કુટુંબના લોકો બાખડયા હતા અને ભત્રીજાએ કાકા અને પિતરાઈ ભાઈ ઉપર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત થયેલ કાકાએ ભત્રીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-3માં રહેતા મૂળ ગુંગણ ગામના વતની કરણસીંહ રવુભા જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિક્રમસિંહ મીઠુભા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓને ત્રણ ભાઈઓ વચ્ચે ત્રીસ વીઘા જમીન આવેલી હોય જે જમીન વેચવા મામલે તેઓના ભાઈ મીઠુભાના પુત્ર વિક્રમસિંહને અવાર નવાર કહેવા છતાં ભાયુંભાગની જમીનના ભાગ પાડતા ન હોય ફોનમાં જમીનના ભાગ માટે કહેતા આરોપીએ તમે ક્યાં છો જમીન માટે વાત કરવા આવું છું કહી તા.14ના રોજ રાત્રીના સમયે વાવડી રોડ ઉપર બહુચર પણ પાસે એકટીવા લઈ ધસી આવી છરી વડે હુમલો કરતા કરણસિંહ અને તેમના પુત્ર યુવરાજસિંહને ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ