Thursday - Apr 23, 2026

લોકસભાની ચૂંટણી સંદભે મોરબી જિલ્લામાં રાજકોટ રેન્જ આઈજીની ક્રાઇમ કોન્ફરન્સ

લોકસભાની ચૂંટણી સંદભે મોરબી જિલ્લામાં રાજકોટ રેન્જ આઈજીની ક્રાઇમ કોન્ફરન્સ

લોકસભાની ચૂંટણી પૂર્વ જ મસમોટુ દારૂનું ગોડાઉન, નકલી ટોલનાકુ સહિત ઘણા બધા કૌભાંડો બહાર આવતા આગામી લોકસભાની ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે આજે રાજકોટ એન્જ આઈજી અશોક કુમાર યાદવ મોરબી આવી પહોંચ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં  મોરબી રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી સહિતની રાજકોટ રેન્જના તમામ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હાલના સમયે આ દરેક રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની કેવી પરિસ્થિતિ તેમજ ચૂંટણી દરમિયાન પોલીસ બંદોબસ્ત અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને લોખડી બંદોબસ્ત રાખવાની સૂચના આપી હતી.

રાજકોટ એન્જ આઈજી અશોક કુમાર યાદવ આજે મોરબીના મહેમાન બન્યા હતા. જેમાં મુદ્દો હતો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં સામાન્ય લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવું અને નેતાઓ પણ ભડકાઉ ભાષણ કરે તો તેમના ભાષણ પર નજર રાખવી જરૂર પડ્યે કાયદાકીય રાહે કાર્યવાહી કરવી તેમજ ચૂંટણીની આચારસંહિતાનો કડક અમલ કરવાની તાકીદ કરી હતી અને મોરબી ખાતે આજે રેન્જની ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ રેન્જનાં તમામ પોલીસ અધિકારીઓ એટલે મોરબી એસપી સહિત રાજકોટ રેન્જના તમામ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહીને ચૂંટણી દરમિયાન અત્યાર સુધી  લાયસન્સ ધારકોના હથિયારો જમા  કરવા અને આચારસહિતા ભંગ કરતા તમામ રાજકીય પક્ષો જેમાં વિપક્ષ કે શાસક પક્ષના નેતાઓના વખાણ, યોજનાઓની માહિતીઓ તેમજ ભીતપત્રો સહિતનું ચૂંટણીમાં મતદારોને મનલોભન કરતા તમામ ચૂંટણીલક્ષી સાહિત્ય અને ઝંડા ઝંડીઓ ઉતારી લેવાયા હતા. તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચર્ચા કરવામાં આવી તેમજ ચૂંટણીને લઈને બંદોબસ્તની ચર્ચા કરવામાં આવી અને પોલીસની જુદી જુદી કામગીરી લઈને ઉનાળામાં કઈ રીતે કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ચૂંટણીમાં તાલીમ, બંદોબસ્ત, ફ્લેગ માર્ચ, સ્ટ્રોંગરૂમ, હથિયારો જમા કરાવવા, સંવેદનશીલ બુથ અંગે ચર્ચા કરી હતી.