Saturday - May 16, 2026

માળીયાના અંજીયાસર ગામેં દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

માળીયાના અંજીયાસર ગામેં દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80 હજાર તેમજ 1400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 35 હજાર મળી કુલ રૂપિયા 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી મહમદ હનિફભાઈ કાદરભાઈ ભટ્ટી રહે.દરબારગઢ પાછળ માળીયા વાળો હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

માળીયાના અંજીયાસર ગામેં દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી