Thursday - Jul 02, 2026

વાંકાનેરના અમરસર ફાટકે સાઈડમાં ઉભેલા રાહદારીના પગ પર ક્રેઇન ચાલકે ક્રેઇન ફેરવી દીધું

વાંકાનેરના અમરસર ફાટકે સાઈડમાં ઉભેલા રાહદારીના પગ પર ક્રેઇન ચાલકે ક્રેઇન ફેરવી દીધું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ખાતે રહેતા વેલજીભાઈ તેજાભાઈ ચાવડા ગત તા.12ના રોજ તેમના પત્નીને સિંધાવદર ગામે મૂકી વાંકાનેર તરફ જતા હતા ત્યારે રેલવે ફાટક બંધ હોવાથી સાઈડમાં ઉભા હતા તે સમયે જીજે - 36 - એસ - 2071 નંબરના ક્રેઇન ચાલકે બેફિકરાઈથી પોતાની ક્રેઇન ચલાવી વેલજીભાઈના પગ પર ક્રેઇનનું વ્હિલ ચડાવી દઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વેલજીભાઈના પુત્ર પ્રકાશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.