Monday - May 04, 2026

વાંકાનેરમાં ટ્રેઇલરે બાઇકને ઠોકરે ચડાવતા દંપતિ ખંડિત, પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યો

વાંકાનેરમાં ટ્રેઇલરે બાઇકને ઠોકરે ચડાવતા દંપતિ ખંડિત, પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર ગઈકાલે બપોરના સમયે જીજે - 13 - બીસી - 3612 નંબરનું બાઈક લઈ પત્ની સાથે જઈ રહેલા ફરિયાદી હિમતભાઈ ઉકાભાઈ રાઠોડ ઉ.48 રહે.બાફીટ સિરામિક સરતાનપર, મૂળ રહે.સોલડી તા.ધ્રાંગધ્રા વાળાના બાઇકને ટ્રક ટ્રેઇલર નંબર આરજે - 01 - જીડી - 3745 વાળાએ હડફેટે લેતા હિમતભાઈને ઇજાઓ પહોંચી હતી તેમજ હિમતભાઈને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.