મોરબી : મોરબી - માળીયા હાઇવે પર હરિપર ગામના પાટિયા નજીક ગઈકાલે જીજે - 15 - એવી - 2356 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું કન્ટેનર ચલાવી આગળ જતા જીજે - 12 - બીવી - 3718 નંબરના ડમ્પરના ઠાઠાના ભાગે ભટકાડી અકસ્માત સર્જતાં કન્ટેનર ચાલકને બન્ને પગમાં ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ડમ્પર ચાલક ઇકબાલભાઈ સુલતાનભાઇ બાવા રહે.ઇન્દીરાનગર, કોટડા, તા.અંજાર કચ્છ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.