મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક આજે શનિવારે વહેલી સવારે 3.40 કલાકે કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી સવારે 3:40 કલાકે GJ-36- AJ -2116 નંબરની મારુતિ સ્વીફ્ટ કારમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. આ ઘટનાને પગલે મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.