Tuesday - Apr 28, 2026

મોરબી મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, તમામ 52 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

મોરબી મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, તમામ 52 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

ગત ચૂંટણીની જેમ જ "પંજા"ને કચડીને 'કમળ" ખીલી ઉઠ્યું, કોંગ્રેસ, આપ ઉપરાંત જુના જોગીની અપક્ષની પેનલને પ્રજાએ જાકારો આપતા ભલભલા રાજકીય ખેરખાઓના રાજકીય ગણિત, અપસેટ થવાની ધારણા ખોટી પડી

મોરબી : મોરબી નગરપાલિકાની ગત ચૂંટણીની જેમ જ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કરીને ભાજપે તમામ 52 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપની આ ઐતિહાસિક જીતમાં કોંગ્રેસમાં નેતૃત્વની મોટી ખામી, સારા લાયક ઉમેદવારોનો અભાવ, ચૂંટણી પ્રચારમાં એકદમ નબળો દેખાવ, પ્રજાના મુદા ઉઠાવવામાં નિષ્ફળતા જવાબદાર મનાય છે. એક રીતે કહીએ તો કોંગ્રેસ પ્રજાનો ભરોસો મેળવી શકી નથી. જ્યારે આપે તમામ તૈયારી સાથે મેદાનમાં જબરી ફાઇટ આપી હોવા છતાં ભાજપ સામે એની કોઈ કારી ફાવી ન હતી. જો કે વોર્ડ નંબર 1 માં ટિકિટ કપાતા ભાજપના જુના જોગીએ અપક્ષની આખી પેનલ ઉતારીને જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં  આ વોર્ડમ અપસેટ થવાની ધારણા ખોટી પડી હતી. હકીકતમાં મોરબીની પ્રજાએ ભાજપની વિકાસ રાજનીતિ ઉપર ફરી એકવાર ભરોસો મુક્યો છે. આથી ભલભલા રાજકીય ખેરખાઓના રાજકીય ગણિત અને અનુમાનો ઉંધા પડયા છે. મોરબીના લોકોએ જે રીતે ભાજપ પર ભરોસો મુક્યો છે. ત્યારે ભાજપની પ્રજાની અપેક્ષા પર ખરા ઉતરવાની જવાબદારી વધી જાય છે.

વોર્ડ નં. 1
● જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા
● રમાબેન પરેશકુમાર રૂપાલા
● વીણાબેન માવજીભાઇ કંઝારીયા
● જયદીપ પ્રશાંતભાઇ મહેતા

વોર્ડ નં. 2
● મનસુખભાઈ સારેસા
● આરતીબેન ઝીંઝવાડીયા
● સીતાબેન હુંબલ
● જયેશ આગેચાનિયા

વોર્ડ નં. 3
● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા
● જીગ્રેશ હંસરાજભાઈ કૈલા
● ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા
● રમાબેન કેતનભાઈ બોલિયા

વોર્ડ નં. 4
● પુનમબેન જીતેનભાઇ અગેચણીયા
● અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા
● વિવેક રમેશભાઇ ગોલતર
● ગૌતમ ભાવેષભાઇ પરમાર

વોર્ડ નં. 5
● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા
● મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
● માનુબેન રમેશભાઇ સિયાર
● ભગિરથ મનસુખભાઇ બરાસરા

વોર્ડ નં. 6
● કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા
● પુષ્પા જીગર વાળા
● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર
● ચિરાગ હસમુખભાઇ રાણપરા

વોર્ડ નં. 7
● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા
● જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
● ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી
● મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર

વોર્ડ નં. 8
● કુંદનબેન શૈલેષ માકાસણા
● ઉતમ મહેશભાઇ સુરાણી
● જ્યોત્સનાબેન સવજીભા ભીમાણી
● મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી

વોર્ડ નં. 9
● ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા
● નુતનબેન હરસુખભાઈ વિડજા
● હીરેનભાઇ પરબતભાઈ કરોતરા
● નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા

વોર્ડ નં. 10
● ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા
● ગણેશભાઇ નાનજીભાઇ ડાભી
● સોનલબેન પ્રફુલભાઇ બાવરવા
● અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા

વોર્ડ નં. 11
● ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા
● રવિન્દ્રભાઇ ઘનજીભાઇ સનાવડા
● નિરૂપમા (શિલ્પા) નિલેશભાઇ કાલરીયા
● ભારતીબેન ચુનીલાલ પરમાર

વોર્ડ નં. 12
● રીષિપકુમાર નારણભાઇ કૈલા
● બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા
● મેઘાબેન દિપકકુમાર પોપટ
● શીતલ સાગરભાઇ વઘાડીયા

વોર્ડ નં. 13
● ભાવિકકુમાર ભરતભાઇ જારીયા
● રાજેશભાઇ કાનજીભાઇ ડાભી
● ગીતાબેન મનોજભાઇ સોલંકી
● જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા