મોરબી : મોરબીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વોટ ચોરી વોટ ચોર ગાદી છોડ"ના નારા સાથે પ્રતીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ રોડ પર પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. આ બાબતે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભાના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દે પુરાવા સાથે જે વાત રજૂ કરી છે, તે 'વોટ ચોર ગાદી છોડ' ના નારાને બુલંદ બનાવવા માટે આ પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. આ ધરણામાં કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જ્યારે આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ મોરબીમાં અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.