મોરબી : મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓને પોલીસે અટકાવીને અટકાયતમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરીને જીપમાં બેસાડતા કોંગ્રેસ અગ્રણીઓએ જતા જતા સરકાર અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.
મોરબીમાં આજે સાંજે ગૃહમંત્રી પધાર્યા છે. ખાસ આજે તેઓ નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા છે. ત્યારે તેમને રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.