Wednesday - Jul 01, 2026

મોરબીમાં મનપાનો જાહેર લાઈટોની 639 જેટલી સમસ્યા હલ કરાયાનો દાવો

મોરબીમાં મનપાનો જાહેર લાઈટોની 639 જેટલી સમસ્યા હલ કરાયાનો દાવો

શહેરના વિવિધ વિસ્તારોમાં લાઈટો રીપેર અને જરૂર જણાય ત્યાં નવી લાઈટો નાખવાનું કામ ચાલુ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ટેન્ડર મુજબનું મટીરીયલ આવ્યા બાદ મોરબીના જાહેર રસ્તાઓ તેમજ અન્ય વિસ્તારોમાં લાઈટો ચાલુ કરવાનું તેમજ લાઈટો રીપેર અથવા જરૂર જણાય તો લાઈટો બદલી નવી લાઈટો નાખી ચાલુ કરવાનું કામ ચાલુ હોવાનો મનપાની ઇલેક્ટ્રિક શાખાએ દાવો કર્યો છે.


હાલમાં મોરબી મહાનગરપાલિકામાં તા. 22-7-2025 સુધી આવેલ ફરિયાદો પૈકી ઘણી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં કુલ આવેલ ફરિયાદો 4250 ફરિયાદો પૈકી 3397 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 25wની 1100 નવી લાઈટો નાખવામાં આવી અને તે પૈકી જરૂર જણાતી 600 લાઈટો રીપેર કરી ચાલુ કરવામાં આવી. અને 110wની 200 નવી લાઈટો નાખવામાં આવી છે. જેમાં મોટા ભાગના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. જેવા કે લાયન્સનગર, રણછોડનગર, લાતીપ્લોટનો મોટાભાગનો વિસ્તાર, ગાયત્રીનગર, ગાંધી સોસાયટી, બુધનગર, ભડિયાદ રોડ, સો ઓરડી મેં રોડ, સોમૈયા સોસાયટી, રામપાર્ક, યમુનાનગર તથા મોરબી શહેરના મહત્વના રોડ અને અન્ય વિસ્તારોને લાઈટો નાખી તેમજ જરૂર જણાય ત્યાં બદલી ચાલુ કરવામાં આવી છે.