Sunday - Jul 05, 2026

મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના સંપમાંથી રોજમદારે ભંગાર પાઈપની ચોરી કર્યામી ફરિયાદ

મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના સંપમાંથી રોજમદારે ભંગાર પાઈપની ચોરી કર્યામી ફરિયાદ

મોરબીમા નજરબાગ વિસ્તારમાં આવેલ પાણી પુરવઠા બોર્ડના સંપના સ્ટોરમાંથી
રોજમદારે ચીરી કર્યામુ બહાર આવ્યું છે. જેમાં  કચેરીમાં  પડેલા લોખંડના ભંગાર પાઈપની ચોરી કરી બોલરો ગાડીમાં લઈ જઈ રહેલા કર્મચારીને ઓફિસના ચોકીદારે ઝડપી લીધો હતો. આથી તેની વિરુદ્ધ નાયબ કાર્યપાલક ઇજનેરે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરે નજરબાગ સંપ સ્ટોરના રોજમદાર કર્મચારી અશોક રામજીભાઈ ભોરણીયા વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં લોખંડના રૂપિયા 2000ની કિંમતના 80 કિલો પાઇપ બોલેરોમાં લઈ જઈ ચોરી કરવા મામલે ફરિયાદ નોંધાવી છે.જો કે કચેરીમાં  પડેલા લોખંડના ભંગાર પાઈપની ચોરી કરી બોલરો ગાડીમાં લઈ જઈ રહેલા કર્મચારીને ઓફિસના ચોકીદારે ઝડપી લીધા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.