Wednesday - Apr 29, 2026

મોરબીમાં વેપારીને છરી બતાવી લૂંટ કરનાર આરોપીએ કોલ્ડડ્રીંક્સની દુકાનમાં પણ હાથ માર્યાની ફરિયાદ

મોરબીમાં વેપારીને છરી બતાવી લૂંટ કરનાર આરોપીએ કોલ્ડડ્રીંક્સની દુકાનમાં પણ હાથ માર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મોબાઈલના વેપારીના બાઇકમાં લિફ્ટ માંગવાને બહાને અંધારી શેરીમાં લઈ જઈ છરીની અણીએ 15 હજાર રોકડા અને બાઇકની લૂંટ કરનાર કાલી સરદારજીએ લૂંટના બે દિવસ બાદ પાન અને કોલ્ડડ્રીંક્સની દુકાન ચલાવતા વેપારીની નજર ચૂકવી 30 હજારની ચોરી કર્યાની બીજી ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ભગુભાઈ ભજિયાવાળાની દુકાનની બાજુમાં રાજુ પાન એન્ડ કોલ્ડડ્રીંક્સની દુકાન ધરાવતા શૈલેષભાઇ દામજીભાઈ સોલંકી ઉ.55 નામના વેપારીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કુલદીપ ઉર્ફે કાલી સરદારજી રહે.રણછોડનગર, મોરબી વાળો ગત તા.25ના રોજ સાંજના સમયે તેમની દુકાને આવ્યો હતો અને ઠંડા પીણાની બોટલ માંગતા તેઓ બોટલ કાઢવા ઉભા થતા પાછળથી નજર ચૂકવી થડામાં રહેલ રૂ.30 હજાર ટેબલના ખાનામાંથી ચોરી કરી ગયો હતો.મહત્વનું છે કે, આજ આરોપી કાલી સરદારજીએ પાંચથી છ દિવસ પૂર્વે રેલવે સ્ટેશન રોડ પર જ અન્ય એક સરદારજી સાગરીતની મદદથી લૂંટને અંજામ આપતા હાલમાં એ ડિવિઝન પોલીસે ગિરફતમાં લીધો છે અને હવે બીજી ફરિયાદ નોંધાઇ છે.