Saturday - Oct 03, 2026

મોરબીના કારખાનામાંથી સગીર ગુમ થતા અંતે અપહરણનો ગુનો દાખલ

મોરબીના કારખાનામાંથી સગીર ગુમ થતા અંતે અપહરણનો ગુનો દાખલ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ઇનબોક્સ ઓટોપેક કારખાનામાં કામ કરતા મૂળ બિહારના વતની શ્રમિક તસલીમખાન સુભાનખાન નટ ઉ.55નો સગીર વયનો પુત્ર તા.27ના રોજ બપોરના સમયે કોઈને જાણ કર્યા વગર ફેકટરીમાંથી ક્યાંક જતો રહેલ હોય અથવા વાલીપણામાંથી કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયો હોવાની શંકાને આધારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.