Tuesday - Feb 10, 2026

ટંકારા ઓવરબ્રિજ પર ટ્રકે એસટી બસને હડફેટે લઈ 50 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ

ટંકારા ઓવરબ્રિજ પર ટ્રકે એસટી બસને હડફેટે લઈ 50 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા શહેરમાં આવેલ ઓવરબ્રિજના છેડે ગત તા.7ના રાત્રીના સમયે એસટી બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત મામલે એસટી બસના ચાલકે ટ્રક ચાલક વિરુદ્ધ 50 હજારનું નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

મોરબી - રાજકોટ હાઇવે પર લતીપર ચોકડી ઓવરબ્રિજના રાજકોટ તરફના છેડે ગત તા.7ના મોડી રાત્રે જીજે -12 - બીવી -4771નંબરના ટ્રક કન્ટેનર ચાલકે બે ફિકરાઈથી પોતાની ટ્રક ચલાવી એસટી બસ નંબર જીજે - 18 - ઝેડ - 9339 સાથે અકસ્માત સર્જતાં એસટી બસમાં રૂ.50 હજારનું નુકશાન થતા અકસ્માત અંગે એસટી કર્મચારી ઉત્તમકુમાર રામદેભાઈ સોલંકી રહે.ઘુસિયા તા.તલાલા જી.ગીર સોમનાથ વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.