મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે માવતર ધરાવતા પરિણીતાને હળવદ રહેતા પતિ અને સાસુ તેમજ મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા કૌટુંબિક નણંદ ઘરકામ બાબતે નાની નાની બાબતોમાં ત્રાસ આપતા હોય સમાજ રાહે સમાધાન કરવા છતાં સમાધાન ન થતા અંતે બનાવ અંગે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલમાં મોરબી તાલુકાના રાજપર ગામે પિતાના ઘેર રહેતા અને હળવદ આનંદ બંગલો ખાતે સાસરું ધરાવતા કૃપાબેન અંકિતભાઈ અગોલા ઉ.25એ આરોપી એવા પતિ અંકિત ભાવેશભાઈ અગોલા, સાસુ મીનાબેન ભાવેશભાઈ અગોલા રહે.બન્ને આનંદ બંગલો, રાણેકપર રોડ તેમજ આરોપીઓના મોટા અદાની દીકરી એવી કૌટુંબિક નણંદ આરોપી અર્પીબેન જીલભાઈ વડગાસીયા રહે.પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, સિદ્ધિ વિનાયક સોસાયટી, મેહેન્દ્રનગર, મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, લગ્ન બાદ તા.1 જૂન 2025થી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં આરોપીઓએ ઘરકામ બાબતે નાની નાની બાબતોમાં ત્રાસ આપતા હતા અને આરોપી પતિ અવાર નવાર મારકુટ કરતો હોય સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં સમાધાન થયું ન હતું.હાલના બનાવ અંગે કૃપાબેનની ફરિયાદના આધારે મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.