Saturday - May 02, 2026

મોરબીમાં જંકફૂડ બંધ કરી હેલ્ધી આરોગ્ય માટે જનજાગૃતિ લાવવા 11મીએ આયુર્વેદ કથા

મોરબીમાં જંકફૂડ બંધ કરી હેલ્ધી આરોગ્ય માટે જનજાગૃતિ લાવવા 11મીએ આયુર્વેદ કથા

મોરબી : મોરબીમાં આગામી તારીખ ૧૧/૫/૨૦૨૬ ના રોજ ખ્યાતનામ વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આયોજક મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા સરિતા પ્રાકૃતિક ફાર્મ(નારણકા) છે. હજુ પણ બે - ત્રણ સહ આયોજકની જરૂર હોવાથી સહ આયોજક માટે પચીસ હજાર નક્કી કર્યા હોય દાતાઓને સહ આયોજક તરીકે જોડાવવાની હાકલ કરાઈ છે.

કથામાં ખર્ચની રકમ એક્ત્ર કરવા બેનર પણ લગાવી શકાશે. બેનર સાઇઝ ૫×૩ ફૂટની હશે. બેનર લગાવવા માટે રૂપિયા ૫૦૦૦ નક્કી કરેલ છે. આ કથા મોરબીની પ્રજા માટે ફ્રી રાખેલ છે. કથા સ્થળે આયુર્વેદિક તથા સ્વાસ્થ્યપ્રદ તથા ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે સ્ટોલ પણ રાખી શકાશે( એક ટેબલ તથા જગ્યાની વ્યવસ્થા ફ્રીમાં કરી આપવામાં આવશે.

કથામાં સહ આયોજક તરીકે જોડાવા ઈચ્છુક, બેનર લગાવવા ઇચ્છૂક, સ્ટોલ માટે ઇચ્છુક હોય તેઓ મારો સંપર્ક મો.નં.  9426232400 પર કરી શકે છે. કથાનો સમય ૧૧ તારીખ સોમવારે રાત્રે ૮.૦૦ થી ૧૧.૩૦ છે. સ્થળ પટેલ સમાજ વાડી, શનાળા રાખેલ છે. આરોગ્ય કથા હોવાથી ભોજન/ચા કે ઠંડા પીણાંનું આયોજન કરાયું નથી. આરોગ્યપ્રદ પીણું આવકાર્ય છે.  મોરબીમાં મહેન્દ્રસિંહ સરવૈયાની આ ત્રીજી કથા છે.  કાર્યક્રમ સાંભળવા અંદાજે ૨૦૦૦ લોકો આવે તેવો અંદાજ છે. તેવું પ્રાણજીવન કાલરિયા મોરબીએ જણાવ્યું છે.