મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ચાચાવદરડા ગામ નજીક ગોળાઈમાં કાળ બનીને ત્રાટકેલા છોટા હાથી વાહને સીએનજી રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા જામનગરના વતની ચાર લોકોને ઇજા પહોંચી હતી અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ગત તા.24 એપ્રિલના રોજ વહેલી સવારના સમયે સીએનજી રીક્ષા નંબર જીજે - 10 - ટીઝેડ 5871 નંબરમાં બેસીને જઈ રહેલા ફરિયાદી શૈલેષભાઇ ઓધવજીભાઈ દામા ઉ.વ.37 રહે.દિગ્વિજય પ્લોટ જામનગર વાળાની રીક્ષા સાથે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા છોટા હાથી નંબર જીજે - 36 - વી - 9709ના ચાલકે ગંભીર અકસ્માત સર્જી જોરદાર ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા ફરિયાદી શૈલેષભાઇ તેમજ નીતિનભાઈ, રિદ્ધિ તેમજ મંથનને ઇજાઓ પહોંચી હતી.જ્યારે શૈલેષભાઇ પત્ની પૂજાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે છોટા હાથીના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.