Friday - Feb 13, 2026

મોરબીમાં બાળકોના ઝઘડામાં ચાર શખ્સોએ છરી માર્યાની ફરિયાદ

મોરબીમાં બાળકોના ઝઘડામાં ચાર શખ્સોએ છરી માર્યાની ફરિયાદ


મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં બાળકોના ઝઘડામાં ગાળો બોલી ઘર પાસે પથ્થર ફેકનાર બાળકોના પરિવારને સમજવવા ગયેલ સામાવાળા પરિવાર ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વિશિપરામા કુલીનગરમાં રહેતા અને ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરતા મહમદઅમીનભાઈ ગુલમહમદભાઈ કટિયાએ આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઈ કટિયા, નસીમબેન મીરમહમદ કટિયા, યુનુસ મીરમહમદ કટિયા અને સાહિદ મીરમહમદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે ફરિયાદીની પુત્રી વસ્તુ લેવા ગઈ ત્યારે મીરમહમદની પુત્રી ગાળો આપતી હોય જેથી ઝઘડો કરવાની ના પાડી હતી. બાદમાં રાત્રીના સમયે મીરમહમદનો નાનો પુત્ર ફરિયાદીના ઘર પાસે આવી પથ્થર ફેંકી ગાળો બોલતો હોવાથી ફરિયાદીના પિતા મીરમહમદના ઘેર સમજાવવા ગયા હતા. દરમિયાન ફરિયાદી મહમદઅમીનભાઈ પણ ત્યાં જતા તેમના પર આરોપીઓએ છરી વડે હુમલો કરી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.