Friday - Feb 13, 2026

મોરબીના બંધુનગરમા સિરામિક કારખાનામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

મોરબીના બંધુનગરમા સિરામિક કારખાનામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનસેરા સિરામિક ફેકટરીમાં કામ કરતી મૂળ બાલેશ્વર ઓરિસ્સા રાજ્યની વતની રંજનબેન હરિહર પાતરા ઉ.20 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.