ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા ગામ નજીક આવેલ જય દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં ગત તા.30ના રોજ રાત્રીના સમયે વાહન સર્વિસ કરવા મામલે આરોપી કાસમભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયા રહે.ટંકારા વાળાએ તોડફોડ કરી ગેરેજમાં નુકશાન પહોંચાડતા બનાવ અંગે સર્વિસ સ્ટેશનના માલિક આરીફભાઇ હાસમભાઈ અબ્રાણી રહે.ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવી હતી.આ અગાઉ પણ આરોપીએ બે ત્રણ વખત ગેરેજ આવી નુકશાન કર્યું હોવાનું ફરિયાદના જાહેર કરાયુ હતું.