મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીને લગ્નની લાલચ આપી એક શખ્સ તેણીને પોતાના ગોડાઉનમાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનેલી યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને હાલ મોરબી રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ આ શખ્સ પોતાના ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં યુવતી સાથે તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જો કે, ત્યારબાદ સતીશ પટેલે ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા ન હતા. આથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તાજવીજ શરૂ કરી છે.