Tuesday - Apr 28, 2026

હળવદ જીઆઇડીસીમાં બંધ જીનિંગ ફેક્ટરીમાંથી ચોરીની 12 દિવસ પછી ફરિયાદ દાખલ

હળવદ જીઆઇડીસીમાં બંધ જીનિંગ ફેક્ટરીમાંથી ચોરીની 12 દિવસ પછી ફરિયાદ દાખલ

જાણ ભેદુએ સીસીટીવી કેમરા ફેરવી દોઢેક લાખની કિંમતના વાયરની ચોરી કર્યાની શંકા

હળવદ : હળવદ જીઆઇડીસીમા છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલી જીનિંગ ફેકટરીમાં તસ્કરોએ અંદાજે દોઢેક લાખની કિંમતના વાયરની ચોરી કરી જતા ઘટના અંગે જિન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હળવદ શહેર નજીક આવેલ જીઆઈડીસીમાં વિકાસ જીનિંગ ફેકટરીમાં કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.1ના રોજ ફેકટરીના વિવિધ ભાગોમાંથી 35થી 40 ફૂટ લંબાઈના 50 જેટલા ઇલેક્ટ્રિક કેબલ કિંમત રૂપિયા 1.50 લાખની ચોરી કરી જતા ફેકટરી માલિક અમીનભાઈ અલ્લરખાભાઈ કલાડીયા રહે.પરખાણી સ્કૂલ પાસે, હળવદ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.નોંધનીય છે કે, વિકાસ જીનિંગ ફેકટરી છેલ્લા પાંચેક વર્ષથી બંધ પડી હોવાનું અને અહીં પશુઓનો તબેલો કરેલ હોવાનું ફરિયાદમાં જણાવી તસ્કરો ફેકટરીના સીસીટીવી કેમેરા દીવાલ તરફ ફેરવી નાખી ચોરીને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું છે.