Thursday - Jul 02, 2026

મોરબી ઝોન 2 માં સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરતા કમિશનર.

મોરબી ઝોન 2 માં સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરતા કમિશનર.

મોરબી:- મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નીલ ખરે દ્વારા ઝોન 2ની સફાઈ સંદર્ભે મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી પણ કરવામાં આવી હતી, આ ઉપરાંત દાણાપીઠ વાંકાનેર દરવાજા ખાતે આવેલ (જીવીપી) પોઇન્ટની વિઝીટ કરવામાં આવી હતી, તથા એજન્સીને સોપાયેલ (જીવીપી)ની કામગીરીનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 12 થી 18 ઓગસ્ટ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલસ અંતર્ગત રૂપિયા 4300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, તથા વૈભવનગર ખાતે આવેલા નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મણીમંદિર (ઈ.એસ.આર)ના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તથા જુલાઈ માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરતા સેનેટરી ઝોન ઇન્ચાર્જ તથા સફાઈ કર્મચારીને 15મી ઑગસ્ટના દિવસે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.