Saturday - Oct 03, 2026

ટંકારામાં સ્વદેશી મેળો શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલનો આરંભ

ટંકારામાં સ્વદેશી મેળો શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલનો આરંભ

ટંકારા : 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી' ના મંત્રને સાર્થક કરવા માટે ટંકારા ખાતે ભવ્ય 'સ્વદેશી મેળો શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ - 2026' નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો શુભારંભ આજે 28 ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે. આ સ્વદેશી મેળો 6 માર્ચ સુધી ચાલશે.

સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન આજે 28 ફ્રેબ્રુઆરીએ જૂનો જબલપુર રોડ, ટંકારા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ઉપસ્થિત રહ્યા છે. ટંકારા નગર સેવા સદન દ્વારા આયોજિત આ મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓના સ્ટોલ્સ અને ખાણીપીણીની લિજ્જત માણવા મળશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય અધિકારી ગીરીશકુમાર સરૈયા અને વહીવટદાર પી.એન.ગોર દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ટંકારાની જનતાને આ મેળાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ટંકારામાં સ્વદેશી મેળો શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલનો આરંભ