મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ શિવ હોલ સામે ગઈકાલે જીજે - 36 - ડબ્લ્યુ - 4683 નંબરના રીક્ષા ચાલકે પુરપાટ ઝડપે પોતાની સીએનજી રીક્ષા ચલાવી જીજે - 03 - સીએચ - 6657 નંબરના મોટર સાયકલ ચાલક મહેશભાઈ પ્રભુભાઈ સરડવા રહે.બગથળા તા.મોરબી વાળાને હડફેટે લઈ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પાડોશમાં રહેતા સંજયભાઈ હિતેશભાઇ સીતાપરાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.