મોરબીમા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈ અને બહેનના અતુટ બંધન એટલે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબીમા વર્ષોથી વોર્ડ નં 4 મા સોઓરડી વિસ્તારમાં સફાઈ કામદાર બહેનો વાલ્મીકિ સમાજની બહેનો પાસે રાખડી બંધાવી વોર્ડ નં 4 ના પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો જે વોર્ડ નં 4 મા વષૉથી વાલ્મીકિ સમાજના પરીવાર સાથે પારીવારીક સંબંધોને લઈને દિવાળી રક્ષાબંધન પર્વ તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં સમાજને એક નવો રાહ ચીંધ્યો છે આભડછેટ અષપુશયતાને તિલાંજલી આપી એક કુટુંબકતાની ભાવનાને જાગૃત કરવામાં આવેલ છે. સાથે સાથે એક પેડ મા કે નામ અંતર્ગત એક પેડ ઝાડ વાવવા માટે દરેક સમાજમાં સંકલ્પ કરે તે માટે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ અનુસાર અમલ કરવા વિનંતી કરવામાં આવી હતી.