Tuesday - May 05, 2026

બિહારથી મોરબીમાં કામની શોધમાં આવેલા યુવાનને છરી મારી રિક્ષાચાલકે લૂંટ ચલાવી

બિહારથી મોરબીમાં કામની શોધમાં આવેલા યુવાનને છરી મારી રિક્ષાચાલકે લૂંટ ચલાવી

બિહારથી મોરબી કામની શોધમાં આવેલ યુવાન રીક્ષામાં બેસી સરતાનપર રોડ ઉપર મજૂરીકામ ગોતવા માટે જતો હતો ત્યારે રીક્ષા ચાલકે મકનસર નજીક અવાવરું સ્થળે લઈ જઈ છરીનો ઘા ઝીકી પાકિટ તેમજ મોબાઈલ લૂંટી લેતા ચકચારી ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીની ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતી સીએનજી રીક્ષામાં બેસી સરતાનપર રોડ ઉપર મજૂરી કામની શોધમાં જઈ રહેલા મૂળ બિહારના વતની ફરિયાદી મુરારીભાઈ સચિતાભાઈ મૈયાર ઉ.38ને રીક્ષા ચાલકે મકનસર નજીક પાવર હાઉસ પાછળ લઈ જઈ છરીનો ઘા ઝીકી પાકિટમાં રહેલા રોકડા રૂપિયા 1000 લૂંટી લઈ મોબાઇલની પણ લૂંટ ચલાવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ લૂંટ અને હુમલા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.