Thursday - Jul 09, 2026

મોરબીના નેશનલ હાઇવેના સર્વિસ રોડની ગટરની સફાઇ અને રોડની મરામત કરો

મોરબીના નેશનલ હાઇવેના સર્વિસ રોડની ગટરની સફાઇ અને રોડની મરામત કરો

સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની નેશનલ હાઇવે ઓથોરિટી અને નિતીન ગડકરીને રજુઆત

મોરબી : વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી ૨૭ નંબરનો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક ૮૦૦૦ ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક ૬૦ હજાર કરોડનુ ટર્નઓવર ધરાવતા સિરામિક ઉધોગની ગતિશક્તિ અવરોધાય છે.  હાલમાં ફોરલેન રોડની જગ્યા એ ૬ લેન રોડની જરૂરિયાત છે. 
   
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશને નેશનલ હાઇવે ઓથોરિટી અને નિતીન ગડકરીને રજુઆત કરી છે કે, માળીયાથી વાંકાનેર સર્વિસ રોડની ગટરની સફાઇ આજ દિન સુધી થયેલી નથી. જેના લિધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે તેથી સારો અને ટકાઉ રોડની આવરદા ઘટીને તુટી જાય છે અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટીમાંથી બનતી હોય ટાઇલ્સમાં બ્રેકે જ આવે છે. 

મોરબીના નેશનલ હાઇવેના સર્વિસ રોડની ગટરની સફાઇ અને રોડની મરામત કરો

ટ્રક અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ આવતા દિવસોમાં આ ખાડાના રોડને લીધે રોડ નહી તો ટોલ નહી એવા સુત્રો સાથે હળતાલ કરશે, તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટરની સફાઇ તથા રોડની મરામત તાત્કાલિક કરે તેવી માંગણી કરી છે.