Friday - Jun 12, 2026

મોરબીમાં ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી

મોરબીમાં ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજે 25 ડિસેમ્બરે ક્રિસ્મસની પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન અને માહિતીપ્રદ પ્રદર્શની સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ તુલસીના વૈજ્ઞાનિક મહત્વ અંગેની કૃતિઓ તેમજ કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત તુલસીના ઉપયોગથી બનતી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા તુલસીમાંથી બનતી ઢોકળા, ભેળ જેવી ફૂડ આઇટમોના ફૂડ સ્ટોલ અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ તુલસીના સાબુ, શેમ્પૂ સહિતની ઔષધીય વસ્તુઓના સ્ટોલ્સ હતા. વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ પણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી
મોરબીમાં ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી
મોરબીમાં ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી