વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના શિવમંદિર પાસે ગત તા.16 ડિસેમ્બરના રોજ બપોરના સમયે જીજે - 36 - કે - 3065 નંબરના બાઈક ચાલક ધીરેન્દ્રભાઈ ચુંનુભાઈ તિવારી ઉ.વ.35 રહે.હાલ રફાળેશ્વર મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવી રોડની સાઈડમાં પાર્ક કરેલા જીજે - 36 - એક્સ - 4949 પાછળ અથડાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ધીરેન્દ્રભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.