મોરબી: ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ દ્વારા તારીખ 19/09/2025 ના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવાનો અને તેમની સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવાનો છે.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતે તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને પ્રયોગો રજૂ કરશે. પ્રદર્શન સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે પ્રાચાર્ય જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વી. વી. સુરેલિયા અને શિક્ષણ નિરીક્ષક પી. વી. અંબારિયા હાજર રહેશે.
શાળાના શિક્ષકો એ વાલીઓ અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શનની મુલાકાત લઈ બાળકોના ઉત્સાહને વધારવા અને તેમના પ્રયાસોને બિરદાવવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
સ્થળ: મધ્યસ્થ ખંડ, ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ - મોરબી.