મોરબી તા.૧૨: શ્રી હજનાળી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ડિજિટલ ચુંટણી યોજાઈ.
જેમાં વિદ્યાર્થીઓના ઉમેદવારી ફોર્મ ભરવા. વિવિધ વિભાગોના મંત્રી પદની પ્રક્રિયા..ધોરણ ત્રણ થી આઠ ના બાળકો દ્વારા મતદાન..ચુંટણી પરિણામ વિજય સરઘસ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુંટણી અધિકારી તરીકે શાળાના શિક્ષકોએ ફરજ બજાવી હતી તો સામે ચુંટણી સ્ટાફ તરીકે શાળાના બાળકોએ કામગીરી કરી હતી.