Sunday - Jul 05, 2026

મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી મોત

મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી મોત

મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આથી આ બંને હતભાગીના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

મોરબીના ઔદ્યોગિક ઝોન ગણાતા ઘુંટુ રોડ ઉપર કેનાલ પાસે એક વ્યક્તિ ડૂબી ગયાની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી જઇને શોધખોળ કરતા આ વ્યક્તિ કોળી મનસુખભાઈ માનસંગભાઈ, ઉંમર વર્ષ 56 વ્યક્તિની ડેડ બોડી મળેલ છે જેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડેલ છે. 

મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી મોત

બીજા  બનાવમાં મોરબીના અણીયારી ગામે ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા ઉંમર 30, જીવાપરથી ચકમપર જવાના રસ્તામાં  હનુમાન ગઢી પાસે આવેલ કેનાલમાં ડૂબી ગયેલ હતા એવો કોલ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસને 11 ને 24 મિનિટે આવેલો હતો,  તુરંત જ રેસ્ક્યુ ટીમ રવાના થયેલ. ઘટના સ્થળે પહોંચતા વ્યક્તિ કેનાલમાં જ્યાં સાયફન આવેલ હતું એ ભાગમાં ડૂબેલો હતો, પાણીનું વહેણ ઓછું કર્યા પછી ભારે શોધખોળના અંતે  7:00 વાગ્યે એ વ્યક્તિનો મૃતદેહ મળેલ જેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી મોત
મોરબીમાં બે અલગ અલગ જગ્યાએ બે વ્યક્તિના ડૂબી જવાથી મોત