Sunday - Jul 05, 2026

મોરબીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન

મોરબીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન

 મોરબી ઇસ્કોન સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર -  દ્વારા આગામી તારીખ 15/7/2024 ને સોમવાર ના રોજ મોરબી શહેરમા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

ભગવાન  જગન્નાથજી તેમના વિશાળ રથ પર બિરાજમાન થઇને મોરબીની જનતાને દર્શન દેવા માટે નીકળશે જે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ( મોર્ડન હોલ ) થઇ દલવાડી સર્કલ - ઉમિયા સર્કલ - અવની ચોકડી - રવાપર ચોકડી - એસ પી રોડ નાકા થી રીટર્ન થઇ - રવાપર ચોકડી - અવની ચોકડી -ઉમિયા સર્કલ - મોર્ડન હોલ (હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ) પર પધારશે. આ રથ યાત્રામા દેશ વિદેશથી ભક્તો આવશે.જે કીર્તન કરાવશે. આથી સર્વે રથયાત્રીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી મોરબી નગરવાસીઓને આ રથયાત્રામાં પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેવાની હાકલ કરવામાં આવી છે. તેમજ જે કોઈને જગન્નાથજીની રથયાત્રામાં ધનથી સેવા કરવી હોઈ તેને હરેન્દ્ર મુરારી પ્રભુ - 9510586016 પર સંપર્ક કરી Gpay, PhonePe, Paytm કરીબયોગદાન નોંધાવી શકશે. તેવું યાદીમાં જણાવ્યા છે.