Sunday - Jul 05, 2026

મોરબીમાં સરકારી મેડીકલ કોલેજમાં ફી વધારા મુદ્દે ABVPનું વિરોધ પ્રદર્શન

મોરબીમાં સરકારી મેડીકલ કોલેજમાં ફી વધારા મુદ્દે ABVPનું  વિરોધ પ્રદર્શન

મોરબી સહિત ગુજરાતભરની તમામ સરકારી મેડિકલ કોલેજમાં સરકાર દ્વારા ઉંચો ફી વધારો ઝીંકી દેવાતા સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. થોડા સમય અગાઉ વાલીઓએ સરકારી મેડિકલ કોલેજમાં ફી વધારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં પણ કોઈ પગલાં ન ભરાતા આ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં આજે ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે મોરબીમા ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


મોરબીની સરકારી મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપી  મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફી વધારા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવીને ફી વધારો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટના સંયોજક અને મોરબી જિલ્લા સંયોજકોએ સરકારી મેડિકલ કોલેજોની ફીમાં કરેલો ફી વધારો કોઈ કાળે પરવડે એમ નથી. બધા વિદ્યાર્થીઓની એકસરખી આર્થિક પરિસ્થિતિ હોતી નથી. આર્થિક રીતે પછાત હોય તેવા વિદ્યાર્થીઓ પણ મેડિકલ કોલેજમાં ભણી શકે તેવી ફીનો દર રાખીને તાકીદે આ ફી વધારો રદ કરવાની માંગ કરી હતી.