મોરબી : મોરબીમાં ગત રાત્રીના 11 વાગ્યાના અરસામાં મુખ્યમંત્રીનું આગમન થયું હતું. તેઓ રાત્રે સર્કિટ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ દાદા ભગવાનના જન્મજયંતિ મહોત્સવમાં હાજરી આપી હતી.
મોરબીમાં ગઈકાલથી દાદા ભગવાનના 118મા જન્મજયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. તા. 9 નવેમ્બર સુધી રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ મુખ્યમંત્રી પધારવાના હતા. પણ ગઈકાલની વિઝીટ અંતિમ ઘડીએ રદ થઈ હતી. બાદમાં આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે તેમનો પરિવાર, મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાંસદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા