Saturday - Jul 11, 2026

મોરબીમાં ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

મોરબીમાં ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

મહાનગરપાલિકા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં 180 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
 
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓપન મોરબીચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ બે શ્રેણી 18 વર્ષથી નીચેના વય જુથ તથા 18 વર્ષથી ઉપરના વય જુથમાં યોજાઇ હતી. જેમાં 18 વર્ષથી નીચેના વય જુથ શ્રેણીમાં 88 સ્પર્ધકો તથા 18 વર્ષથી ઉપરના વય જુથ શ્રેણીમાં 95 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

મોરબીમાં ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત

ચેસ ટુર્નામેન્ટમાં 18 વર્ષથી નીચેના વય જુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર જૈનિલ પટેલ, બીજા સ્થાન પર રિયા કાથરા અને ત્રીજા સ્થાન પર શિવાંગ થોરીયા વિજેતા થયા હતા. જ્યારે 18 વર્ષથી ઉપરના વય જુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર કિશનભાઈ ભુવા, બીજા સ્થાન પર અનિલભાઈ કૈલા અને ત્રીજા સ્થાન પર જયદીપ સોલંકી વિજેતા થયા હતા. કાર્યક્રમના અંતે મોરબી મહાનગરપાલિકા દ્વારા બંને શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને ₹2500, બીજું સ્થાન મેળવનારને ₹1500 તથા ત્રીજું સ્થાન મેળવનાર વિજેતાને ₹1,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં યોજાનાર આવી વિવિધ સ્પર્ધામાં લોકોને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત