Thursday - Apr 16, 2026

વિશ્વમાં અરાજકતાભરી પરિસ્થિતિનો અંત આવે અને શાંતિ સ્થપાય તે માટે મોરબીમ 9મીએ નવકાર મંત્ર જાપ

વિશ્વમાં અરાજકતાભરી પરિસ્થિતિનો અંત આવે અને શાંતિ સ્થપાય તે માટે મોરબીમ 9મીએ નવકાર મંત્ર જાપ

મોરબી : વિશ્વભરમાં શાંતિ સ્થાપાય તે માટે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છતા મોરબીમાં 9 એપ્રિલને ગુરૂવારે રાત્રે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે JITO સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન થઈ રહ્યું છે. તેથી મોરબીમાં 9 એપ્રિલ ને ગુરૂવારે રાત્રે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ધર્મપ્રેમી જનતાને JITO ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા આ નવકાર મંત્ર જાપનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે. આ આયોજનને સફળ બનાવવામાં મિહિરભાઈ દોશી, સાગરભાઈ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.