Thursday - Apr 16, 2026

હળવદના દિઘડીયા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

હળવદના દિઘડીયા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે પોલીસે એક ઇક્કો સ્પોર્ટ્સ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2,56,800ની કિંમતની દારૂની બોટલો અને કાર મળી કુલ 5,56,800નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે રોડ પરથી પસાર થતી સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ્સ કાર (રજી. નં. GJ 36 F 9267) ને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 288 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને 3,00,000ની કિંમતની કાર મળી કુલ 5,56,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હળવદના દિઘડીયા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

જયરાજભાઇ દિલુભાઇ ઉર્ફે દિલીપભાઇ બોરીચા (રહે. ગામ કળમાદ, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)ને વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 288 બોટલ (કિંમત 2,56,800), કાર નં. GJ 36 F 9267, કિંમત 3,00,000 સહિત કુલ મુદ્દામાલ 5, 56,800 સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.